Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરઇલેકટ્રીક કોપર કેબલની ચોરીના કેસમાં બે શખ્સો ઝડપાયા

ઇલેકટ્રીક કોપર કેબલની ચોરીના કેસમાં બે શખ્સો ઝડપાયા

રૂા. 27500ની કિંમતનો 55 કિલો કોપર કેબલ તથા મોટરસાયકલનો મુદ્દામાલ કબજે : એક શખ્સની શોધખોળ : જામનગર એલસીબી દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગરમાં જનતા ફાટક પાસે રઘુવીર સોસાયટીમાં નવા બનતા મકાનમાં ઇલેકટ્રીક કોપર કેબલની ચોરીના કેસમાં જામનગર એલસીબીએ બે શખ્સોને દિગ્જામ સર્કલ પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ગત તા. 31 ઓકટોબરના રોજ રઘુવીર સોસાયટીમાં નવા બનતા મકાનમાં રૂા. 27300ની કિંમતના 55 કિલોના ઇલેકટ્રીક કોપર કેબલની ચોરી થયાની અનવરભાઇ ઘોઘાના દ્વારા ફરિયાદ કરાઇ હતી. આ કેસના આરોપી દિગ્જામ સર્કલ પાસે હોવાની એલસીબીને દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા અજયસિંહ ઝાલાને બાતમી મળી હતી. બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા દિગ્જામ સર્કલ પાસેથી અજય ઉર્ફે ટીકો મુકેશ પરમાર તથા રાજેશ બાબુરામ વર્મા નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં.

આરોપીઓની પૂછપરછ દરમિયાન રૂા. 27500ની કિંમતના અંદાજિત 55 કિલો કોપર કેબલ તેમજ રૂા. 15000ની કિંમતનું મોટરસાયકલ કબજે કર્યું હતું. તેમજ આ કેસના ફરાર આરોપી કિશન દેવીપૂજકની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular