Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા

સિટી એ ડીવીઝન પોલીસે રૂા.11030 ની રોકડ રકમ સાથે દબોચ્યા : પાણાખાણામાંથી તીનપતિ રમતા મહિલા સહિતના ત્રણ શખ્સો ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરમાં બેડી નાકા પાસો જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા બે શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.11,030 ની રોકડ રકમ અને ઘોડીપાસાના નંગ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ગોકુલનગરમાંથી તીનપતિનો જૂગાર રમતા મહિલા સહિતના ત્રણ શખ્સોને પોલીસે રૂા.6440 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં બેડી નાકા પાસે જનતા હોટલની સામેના રોડ પર જાહેરમાં ઘોડીપાસાનો રમતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન નિરુભ શિવુભ જાડેજા અને ઈમ્તિયાઝ અલ્લારખા સોરઠીયા નામના બે શખ્સોને રૂા.11030 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં ગોકુલનગર પાણાખાણા શેરી નંબર 5 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સ્થળે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન અજય વિજયભાઈ રાઠોડ અને શ્રવણ અશોક કુવરીયા તથા એક મહિલા સહિત ત્રણ શખ્સોને રૂા.6460 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular