Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બે શખ્સો રાજકોટમાં ઝડપાયા

જામનગરના બે શખ્સો રાજકોટમાં ઝડપાયા

- Advertisement -

અહીંના યાજ્ઞિક રોડ પર મહાકાળી માતાજીના મંદિર પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ કરવા અંગે જામનગરના નરેશ ઉર્ફે લલ્લુ વીરજીભાઇ હીંગળા અને હિતેષ મનસુખભાઇ વાગડિયાની પોલીસે ધરપકડ કરી હતી.

સોનીબજારમાં બે શખસ સોનાનો ઢાળિયા વેચવાનો પ્રયાસ કરી રહ્યાની મળેલી બાતમીના આધારે એ ડિવીઝન પોલીસ મથકના ઇન્સ.સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ. જી.એસ.ગઢવી અને તેમના મદદનીશો એચ.આર. ચાનિયા અને વી.ડી.ઝાલા સહિતનો કાફલો સોની બજારમાં પહોંચી ગયો હતો અને ઢાળિયો વેચવાનો પ્રયાસ કરી રહેલા બે શખસને ઝડપી લીધા હતાં. પોલીસની પૂછપરછમાં એક શખસે તેનું નામ નરેશ ઉર્ફે લલ્લુ વીરજીભાઇ હીંગળા હોવાનું અને તે જામનગરમાં કિશાન ચોકના નિલકંઠનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજાએ તેનું નામ હિતેષ મનસુખભાઇ વાગડિયા હોવાનું અને જામનગરનાર રામેશ્વરનગર પાસે વિનાયક પાર્કમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.

આ બન્નેએ અંદાજે પોણા બે વર્ષ પહેલા રાજકોટના મહાકાળી મંદિર પાસે એક વૃદ્ધા ગાયને રોટલી દેવા ઘરની બહાર નિકળ્યા હતાં. ત્યારે તેના ગળામાંથી ચેઇનની ચિલઝડપ શખસ ઝડપાયાં કર્યાનું અને ચેઇનને ઓગાળીને ઢાળિયો બનાવીને વેચવા આવ્યાની બુલાત આપી હતી. પોલીસે રૂ. દોઢ લાખની કિંમતનો સોનાનો ઢાળિયો કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે નરેશ અગાઉ જામનગરમા ચોરી અને મારામારીના ત્રણ ગુનામાં પકડાઇ ચૂક્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular