જામનગર જીલ્લામાં જુગાર રમતા શખ્સોને પકડી પાડવા માટે પોલીસે ચેકિંગ હાથ ધર્યું તે દરમિયાન જામજોધપુરમાં આવેલ લીમડાચોક નજીકથી વર્લીના આંકડા લખી જુગાર રમતા બે શખ્સો પૈકી એકની ધરપકડ કરી ફરારી આરોપીની તપાસ હાથ ધરી રૂ.13700નો મુદ્દમાલ જપ્ત કર્યો હતો. અન્ય દરોડો જેમાં જામજોધપુરમાં જકાતનાકા પાસેથી વર્લીમટકાના આંકડા લખી જુગાર રમતા એક શખ્સની પોલીસે અટકાયત કરી ગુન્હો નોંધ્યો હતો.
જામજોધપુર પોલીસ દ્રારા ગઈકાલના રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન લીમડાચોકમાં આવેલ ગીરીરાજ હોટેલ નજીક બસીરભાઈ ઉર્ફે અપલો દાઢી અહેમદભાઈ અને વિરમભાઈ આહીર નામના શખ્સો વર્લી મટકાના આંકડા લખી જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે દરોડો પાડી રૂ.13700ની રોકડ કબ્જે કરી ફરારી આરોપી વિરમભાઈની તપાસ હાથ ધરી બંને વિરુધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય દરોડો જેમાં જામજોધપુર જકાતનાકા પાસે વજુભાઈ મોતીભાઈ પરમાર નામનો શખ્સ જાહેરમાં બેસી વર્લીમટકાનો જુગાર રમી રહ્યો હતો ત્યારે પોલીસે દરોડો પાડી તેની અટકાયત કરી રૂ.2670ની રોકડ રકમ જપ્ત કરી જામજોધપુર પોલીસ દફતરમાં ગુન્હો નોંધ્યો હતો.