જામનગર એલસીબી પોલીસે શંકરટેકરીમાંથી બે શખ્સોને વર્લીમટકાનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.11,400 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી શાસ્ત્રીનગર નવી નિશાળ પાછળ રોડ પર વર્લીમટકાનો જૂગાર રમાતો હોવાની એલસીબીના કિશોરભાઇ પરમાર, ધાનાભાઈ મોરી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મુજબ પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર, કાસમભાઈ બ્લોચ સહિતના સ્ટાફ દ્વારા હનિફ મામદભાઈ ખફી તથા મહેશ મનસુખ વાઘેલા નામના બે શખ્સોને ઝડપી લઇ રૂા.11,400 ની રોકડ રકમ અને રૂા.3000 ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 14400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.