જામનગર શહેરના બેડી વિસ્તારમાંથી એસઓજીની ટીમે બે શખ્સોને આંતરીને બોલેરોની તલાસી લેતા તેમાંથી 3980 કિલો કોલસો મળી આવતા શક પડતી મિલકત તરીકે કબ્જે કરી વધુ પૂછપરછ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડીના ખારી વિસ્તારમાં રહેતો શખ્સ શક પડતો કોલસો લઇ નિકળવાનો હોવાની એસઓજીના અનિરૂધ્ધસિંહ ઝાલા, રાજેશ મકવાણા, હર્ષદ ડોરીયાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી. એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમાર, આર.એચ.બારના માર્ગદર્શન હેઠળ સ્ટાફે વોચ ગોઠવી પસાર થતી બોલેરો કારને આંતરીને તલાસી લેતા આ બોલેરો પીકઅપ વાહનમાંથી રૂા.11,940 ની કિંમતનો 3980 કિલો કોલસો મળી આવ્યો હતો. જેના આધારે એસઓજીની ટીમે સબીર અબ્દુલ ભાયા અને હમીદ જાકુબ ખોર નામના બે શખ્સોની પૂછપરછ હાથ ધરતા કોલસાના બીલ કે આધાર ન હોવાથી એસઓજીની ટીમે કોલસો શક પડતી મિલકત તરીકે વધુ પૂછપરછ આરંભી હતી.