જામનગર શહેરના ગોકુલનગરના સાયોના શેરીમાં વિસ્તારમાં જાહેરમાં આઇપીએલ મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમાડતાં બે શખ્સોને રૂપિયા 11,580ના મુદ્ામાલ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગરની સાયોના શેરી નંબર સાતમાં જાહેરમાં મોબાઇલ ફોનમાં ભારતમાં ચાલી રહેલી આઇપીએલ ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના દિલ્હી કેપિટલ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસે રાજ મહેશ ધોકિયા, ભાગ્યરાજસિંહ ઉર્ફે ભાગલો હિતેન્દ્રસિંહ રાયજાદા નામના બે શખ્સોને રૂા. 1580ની રોકડ રકમ, રૂા. 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા. 11,580ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


