હાપા માર્કેટીંગ યાર્ડથી લાલવાડી તરફ આવતા માર્ગ પરથી સિટી ‘એ’ પોલીસે બલેનો કારમાંથી બે શખ્સોને 1824 નંગ દારૂના ચપટા સાથે ઝડપી લઇ કુલ રૂા. 9,67,540નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ હાપા માર્કેટીંગ યાર્ડ તરફથી લાલવાડી જતાં માર્ગ પરથી બે શખ્સો મોટરકારમાં દારૂનો લઇને પસાર થનાર હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન જીજે03 જેસી 5615 નંબરની બલેનો કાર રોકી તલાશી હાથ ધરતાં દીપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી તથા જીજ્ઞેશ વિનોદ ખીચડા નામના બે શખ્સોને 1824 નંગ વિદેશી દારૂના ચપટા સાથે ઝડપી લીધા હતા. પોલીસે રૂા. 4,67,040ની કિંમતના વિદેશી દારૂના ચપટા, રૂા. 5 લાખની કિંમતની મોટરકાર, રૂા. 500ની કિંમતના મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 9,67,540નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


