Friday, December 5, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

રૂ. 6.13 લાખનો મુદ્દામાલ કબ્જે: સપ્લાયરની શોધખોળ

ખંભાળિયા-દ્વારકા માર્ગ પર મદ્યરાત્રિના સમયે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન પસાર થઈ રહેલી એક મોટરકારમાં ચેકિંગ વખતે પોલીસને રૂપિયા પોણા બે લાખ જેટલી કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સાંપડ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે બે શખ્સોને ઝડપી લઇ સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર એક હોટલ પાસેથી રાત્રિના સવા ત્રણ વાગ્યાના સુમારે પસાર થઈ રહેલી જીજે02-બીએચ-6665 નંબરની નિશાન કંપનીની મોટરકારને પોલીસે અટકાવી ચેકિંગ કરતા આ મોટરકારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે રૂપિયા 1,72,600ની કિંમતની વિદેશી દારૂની કુલ 131 બોટલ સાથે ભાણવડ તાલુકાના જસાપર ગામના સાગર પાલા કરમુર અને મોટા કાલાવડ ગામના દિલીપ સાજણ વારોતરીયા નામના બે શખ્સોની અટકાયત કરી હતી. આ દરોડાની કાર્યવાહીમાં પોલીસે રૂપિયા ચાર લાખની કિંમતની નિશાન કંપનીની મોટરકાર તથા રૂપિયા 40 હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,12,600ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી હતી. દારૂનો આ જથ્થો તેઓએ ચોટીલા ગામે રહેતા કુલદીપ ઉર્ફે ધમભા ગોહિલ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ આપી હતી. જેથી પોલીસે હાલ કુલદીપ ઉર્ફે ધમભા ગોહિલને ફરાર ગણી પ્રોહિ. એક્ટ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular