Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં વાહન અકસ્માતમાં વધુ બે વ્યક્તિના મોત

જામનગર જિલ્લામાં વાહન અકસ્માતમાં વધુ બે વ્યક્તિના મોત

ભરડકીથી જામજોધપુર જતાં બાઈકને કારે ઠોકરે ચડાવતા ચાલક વૃદ્ધનું મૃત્યુ: ભેંસદડથી પીયાવા ચોકડી નજીક ટ્રેકટર બાઈકને હડફેટે લેતા ચાલક યુવાનનું મોત : પાછળ બેસેલા યુવાનને સામાન્યા ઈજા : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

નવા વર્ષની શરૂઆતથી જ જામનગર શહેર અને જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓમાં મૃત્યુઆંક સતત વધતો જાય છે. અકસ્માતોની ઘટનાઓમાં કડકડતી ઠંડી પણ મહત્વનો ભાગ ભજવી રહી છે. ત્યારે શેઠવડાળાથી જામજોધપુર તરફના માર્ગ પર બેફીકરાઇથી આવતી મારૂતિ કારે બાઈકસવારને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે ધ્રોલ તાલુકાના ભેંસદડ ટ્રેકટર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -

વર્ષ 2023 ના પ્રારંભથી જ જામનગર શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવોમાં માનવ મૃત્યુ આંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લાં 10 દિવસથી જિલ્લાના માર્ગો પર વાહન અકસ્માતોની ઘટનામાં લોકોના મોત નિપજ્યાવાના બનાવો બની રહ્યા છે. હાલમાં જ ધ્રોલ પંથકમાં વાહન અકસ્માતોમાં આઠ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. ત્યારે આ અકસ્માતોની ઘટનાઓમાં કડકડતી ઠંડી પણ મહત્વનો ભાગ ભજવે છે. બે દિવસ પહેલાં જ શેખપાટના પાટીયા પાસે કારખાનેદારનું અકસ્માતની ઘટનામાં મોત નિપજ્યું હતું અને જામજોધપુર તાલુકા ભરડકી ગામમાં રહેતાં અને ખેતી કરતા પ્રકાશભાઈ ગોરધનભાઈ સાંગાણી (ઉ.વ.60) નામના વૃદ્ધ બુધવારે સવારેના સમયે તેના જીજે-10-ડીડી-0627 નંબરના બાઈક પર ભરડકીથી જામજોધપુર તરફ જતાં હતાં તે દરમિયાન શેઠવડાળા નજીક પહોંચ્યા ત્યારે જામજોધપુર તરફથી પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-03-એચકે-7652 નંબરની વેગેનાર કારના ચાલકે બાઈકસવારને ઠોકરે ચડાવી હડફેટે લેતા અકસ્માતની ઘટનામાંપ્રકાશભાઈ સાંગાણી નામના વૃધ્ધને શરીરે તેમજ માથામાં અને આંખ ઉપર ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

અકસ્માતની ઘટનામાં વૃદ્ધનું મોત નિપજ્યા બાદ જાણ થતા એએસઆઈ ડી.જે. ભુસા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવી કિશોરભાઇ સાંગાણીના નિવેદનના આધારે કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો બનાવ, ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામમાં રહેતા રાકેશ ભાલચંદ્રભાઈ ચોટલિયા તથા અરવિંદ મેઘાભાઈ વેસરા નામના બે યુવાનો ગત તા.30 ના રોજ રાત્રિના સમયે તેમના જીજે-03-ડીએલ-2649 નંબરના બાઇક પર ભેંસદડથી પીયાવા ચોકડીથી તરફ જતાં હતાં તે દરમિયાન રસ્તામાં બેફીકરાઇથી આવતા જીજે-10-બીઆર-0348 નંબરના ટ્રેકટર ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માતમાં ચાલક રાકેશ ચોટલિયાને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકમાં પાછળ બેસેલ અરવિંદ વેસરા નામના યુવાનને સામાન્ય ઈજા થઇ હતી. અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે સ્થળ પર દોડી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના ભાઈ નિલેશના નિવેદનના આધારે ટે્રકટર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular