દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જુદા જુદા વિસ્તારોમાં હળવા તથા ભારે ઝાપટા રૂપે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. દ્વારકા પંથકમાં ગઈકાલે 21 મિલીમીટર તથા આજે સવારે વધુ 35 મિલીમીટર સાથે બે ઈંચથી વધુ (56 મિલીમીટર) વરસાદ વરસી ગયો હતો. કલ્યાણપુર તાલુકામાં ગઈકાલના 6 મિલીમીટર અને આજે સવારના દોઢ ઈંચ (37 મિલીમીટર) સાથે કુલ 43 મિલીમીટર અને ભાણવડ તાલુકામાં ગઈકાલે પાંચ મિલીમીટર વરસાદ પડી ગયો છે. જો કે ખંભાળિયામાં વરસાદી માહોલ વચ્ચે માત્ર એક મિલીમીટર વરસાદ નોંધાયો છે.
આ સાથે ખંભાળિયા તાલુકામાં કુલ 573 મિલીમીટર, દ્વારકા તાલુકામાં 387 મિલીમીટર, કલ્યાણપુર તાલુકામાં 343 મિલીમીટર અને ભાણવડ તાલુકામાં 283 મિલીમીટર કુલ વરસાદ થયો છે. જિલ્લામાં કુલ 24 ઈંચ સુધી વરસાદ વરસી ગયો હોવા છતાં પણ ગરમીભર્યો માહોલ અનુભવાઈ રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો વર્તુળ – 2 માં 3.12 ફૂટ ,વેરાડી – 1 માં 4.92 વેરાડી – 2 માં 3.30, ખંભાળિયાના ઘી ડેમમાં 9.05, ગઢકી ડેમમાં 4.26, કંડોરણા ડેમમાં 4.10, સોનમતીમાં 12.14, મહાદેવિયામાં 6.89 અને કબરકામાં 7.22 ફૂટ પાણીનો જથ્થો સંગ્રહિત હોવાનું તંત્રના આંકડામાં જાહેર થયું છે.