Saturday, December 13, 2025
Homeસમાચારરાષ્ટ્રીયબે મહિના બાદ દેશમાં કોરોનાના નવા કેસની સાથે એક્ટીવ કેસમાં મોટો ઘટાડો

બે મહિના બાદ દેશમાં કોરોનાના નવા કેસની સાથે એક્ટીવ કેસમાં મોટો ઘટાડો

દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યા બાદ નવા કેસોમાં મોટો ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના એક લાખ કેસ નોંધાયા છે. જયારે 1.74લાખ લોકોએ એક જ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે. 2427 લોકોના મુત્યુ સાથે મૃતકઆંક 3,49,186 પર પહોચ્યો છે.

દેશમાં કોરોનાની બીજી લહેર સતત નબળી પડી રહી છે. 2 મહિના બાદ આજે સૌથી ઓછા કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1 લાખ 636 નવા દર્દીઓ સામે આવ્યા છે. જયારે 1 લાખ 74 હજાર 399 કોરોના દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. દુઃખની વાત એ છે કે કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 2427 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા બાદ દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના કુલ કેસ 2 કરોડ 89 લાખ 9 હજાર 975 પર પહોંચી ગયા છે. જે પૈકી 2 કરોડ 71 લાખ 59 હજાર 180 દર્દીઓ સાજા થયા છે.

- Advertisement -

નવા દર્દીઓ ઘટવાનું મોટું કારણ સંક્રમણદરમાં થયેલો ચાર ગણો ઘટાડો છે. દેશમાં 7 દિવસનો સરેરાશ સંક્રમણદર 6.6% થઇ ચૂક્યો છે. દેશના 75% નવા કેસ હવે ફક્ત 5 રાજ્યો તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં મળી રહ્યાં છે. 28 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરરોજ 2 હજારથી ઓછા દર્દી મળવા લાગ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular