ધ્રોલ ગામમાં ફુલવાડી રોડ પર રહેતા યુવાને બે માસ પહેલાં કેન્સરની બીમારીમાં પત્નીના મૃત્યુ બાદ એકલવાયા જીવનમાં પત્નીના અવાર-નવાર વિચારો આવતા મનમાં લાગી આવતા દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં ફુલવાડી રોડ પર રહેતાં હેમંતભાઈ ચૌહાણ નામના યુવાનની પત્નીનું બે માસ પહેલા કેન્સરની બીમારીના કારણે મોત નિપજ્યું હતું. ત્યારબાદથી એકલવાયુ જીવન જીવતા યુવાનને પત્નીના અવાર-નવાર વિચારો આવવાથી ગુમસુમ રહેતો હતો. જે બાબતનું મનમાં લાગી આવતા બુધવારે વહેલીસવારના સમયે તેના ઘરે ઘરના રૂમમાં પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હેમંતભાઈ ચૌહાણ (ઉ.વ.38) નામના યુવાનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ નરશી દ્વારા જાણ કરાતા એએસઆઇ એમ.પી. મોરી તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.