જામનગર શહેરમાં સિટી બી ડીવીઝનમાં નોંધાયેલા ગુજરાત નાણા ધિરધાર એકટ હેઠળના ગુનામાં પોલીસે નાસતા ફરતા બે શખ્સોને ઝડપી લઇ ચેક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહી અંતર્ગત જામનગર શહેરના સિટી બી ડીવીઝનમાં નોંધાયેલા ગુનામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ પી પી ઝા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી જી રાજ, પો.કો. ધર્મેન્દ્રસિંહ વાઢેર સહિતના સ્ટાફે દુષ્યંતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ મુળુભા જેઠવા નામના બંને શખ્સોની અટકાયત કરી દિવ્યરાજસિંહ જેઠવા પાસે રહેલો વ્યાજખોરનો ભોગ બનનાર વ્યક્તિના બેંક ખાતાનો ચેક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.