Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુર પંથકની બે પરિણીતા યુવતીને સાસરિયાઓનો ત્રાસ

જામજોધપુર પંથકની બે પરિણીતા યુવતીને સાસરિયાઓનો ત્રાસ

બમથીયામાં રહેતાં પતિ સહિતના છ સાસરિયાઓ વિરૂધ્ધ ગાળો કાઢી માર મારવાની ફરિયાદ : રાજકોટના સાસરિયાઓએ યુવતીને માર મારી ઘરમાંથી કાઢી મૂકી : યુવતીઓની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતી પરિણીતા યુવતીને તેણીના લગ્નજીવન દરમિયાન પતિ સહિતના સાસરીયાઓ દ્વારા અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપી માર મારતા હતાં. જામજોધપુર તાલુકાના સતાપર ગામની યુવતીને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નંદાણા ગામના પૂનમબેન રાજાભાઈ પુછડિયા (ઉ.વ.27) નામની યુવતીના લગ્ન બમથીયા ગામમાં હરેશ વરવા કંડોરીયા સાથે થયા હતાં. યુવતીના લગ્નજીવન દરમિયાન તેણીના પતિ હરેશ કંડોરીયા, સસરા વરવા દાના કંડોરીયા અને કાળુ દાના કંડોરીયા, ભાવેશ વરવા કંડોરીયા, બુધ્ધીબેન અરજણ કંડોરીયા, ભાવુબેન હરદાસ કંડોરીયા સહિતના છ સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપી નાની નાની બાબતોમાં હેરાન કરે ગાળો કાઢી મારકૂટ કરતા હતાં. યુવતી દ્વારા સાસરિયાઓ વિરૂધ્ધ નોંધાયેલ ફરિયાદના આધારે એએસઆઈ એ.એમ. પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતી મયુરીબેન નિતીનભાઈ રાઠોડ નામની યુવતીના લગ્ન રાજકોટના રવિ વિજય કવૈયા સાથે થયા હતાં અને લગ્નજીવન બાદ મયુરીબેનને તેણીના પતિ રવિ કવૈયા, સસરા વિજય લીલાધર કવૈયા, સાસુ પ્રજ્ઞાબેન કવૈયા અને નણંદ શીલ્પાબેન પ્રકાશ હંસોરા નામના ચારેય સાસરિયાઓ દ્વારા મયુરીબેનને અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપી મેણાટોણા મારી ઢીકાપાટુનો માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. આ બનાવ અંગે મયુરીબેન દ્વારા પતિ સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાતા હેકો આર. કે. કંડોરીયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular