Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી જૂગાર રમતા બે શખ્સ ઝબ્બે

જામનગરમાંથી જૂગાર રમતા બે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગરના દિ.પ્લોટ 49 વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટો પર એકીબેકીનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રૂા.3900ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર પર એકીબેકીના આંકડા બોલી પૈસાની હાર-જીત કરતા નીશિત કાંતિ ગોહિલ, રવિ મહેશ કટારીયા નામના બે શખ્સોને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.3900 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular