Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર તથા લાલપુરમાંથી બે વર્લીબાજ ઝડપાયા

જામનગર શહેર તથા લાલપુરમાંથી બે વર્લીબાજ ઝડપાયા

- Advertisement -

જામનગરમાં મકરાણી કબ્રસ્તાન પાસે કબીર આશ્રમ પાછળ જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતા એક શખ્સને પોલીસે રૂા.12400 ની રોકડ સાથે ઝડપી લીધો હતો. લાલપુરમાં ચાર થાંભલા પાસે એક શખ્સને વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતો પોલીસે ઝડપી લીધો હતો. જામનગરના ખોજા નાકા વિસ્તારમાં એકી બેકીનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરમાં મકરાણી કબ્રસ્તાન પાસે કબીરઆશ્રમ પાછળ જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે રેઈડ દરમિયાન હુશેન ઉર્ફે હુશી જમાલ શેખ નામના શખ્સને રૂા.12400 ની રોકડ રકમ તથા વર્લીમટકાના આંકડા લખેલ ચીઠી સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જૂગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

બીજો દરોડો, લાલપુર તાલુકામાં લાલપુર ચાર થાંભલા પાસે વર્લીમટકાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે હરેશ ઘેલા મકવાણા નામના શખ્સને રૂા.210 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લીધો હતો.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં ખોજા નાકા વિસ્તારમાં તવા રેસ્ટોરન્ટ પાસે જાહેરમાં એકીબેકીનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે રેઈડ દરમિયાન પ્રવિણ ગોરધન કનખરા તથા ઓસમાણ કાસમ ખુરેશી નામના બે શખ્સોને રૂા.4930 ની રોકડ સાથે ચરણી નોટોના નંબર પર એકી બેકીનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular