Saturday, February 21, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા, દ્વારકા, મીઠાપુરમાં જૂગાર રમતા 17 મહિલાઓ સહિત બે ડઝન ઝડપાયા

ખંભાળિયા, દ્વારકા, મીઠાપુરમાં જૂગાર રમતા 17 મહિલાઓ સહિત બે ડઝન ઝડપાયા

કુલ રૂા. 2.17 લાખનો મુદ્દામાલ કબ્જે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં બે સ્થળોએ મહિલાઓ સંચાલિત જુગારધામ સહિતના ત્રણ સ્થળોએ પાડવામાં આવેલા જુગાર દરોડામાં 17 મહિલાઓ સહિત કુલ 24 શખ્સોને રૂા. 2.17 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા સોમવારે બપોરે એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, અરજણભાઈ મારુ અને મસરીભાઈ છુછરની બાતમીના આધારે દ્વારકાથી આશરે 30 કિલોમીટર દૂર કુરંગા ગામના વાડી વિસ્તારમાં ભારમલ ઉર્ફે ભરત દુલાભાઈ બેચરાજી નામના 24 વર્ષના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં અંગત કાયદા માટે નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી પોલીસે ભારમલ ઉર્ફે ભરત દુલા, અમૃતભાઈ ભનુભાઈ જાખરીયા, ગઢવી વિરમ પુના મુન, મનુ હમીર સોલંકી, દેશુર મેરામણ પોપાણીયા, આશા દેવા કારીયા અને માંડણ મુરુ લુણા નામના સાત શખ્સોને દબોચી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા.31,530 રોકડા રૂા. 31,000 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન તથા રૂા.1.10 લાખની કિંમતના ચાર મોટરસાયકલ મળી કુલ રૂા.1,72,530 નો મુદ્દામાલ કબ્જે કરી દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
અન્ય એક જુગાર દરોડામાં ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શિરૂ તળાવ પાસેથી પોલીસે ગત મોડી સાંજે આ વિસ્તારમાં રહેતા 50 વર્ષના મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં અન્ય મહિલાઓને જુગાર રમવા માટેના સાધનો પૂરા પાડી અને પોતાના અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાડતા જુગાર પર અહીંની પોલીસે દરોડો પાડયો હતો.

- Advertisement -

આ દરોડા દરમ્યાન આ સ્થળેથી નવ મહિલાઓને ઝડપી લીધા હતા. આ સ્થળેથી પોલીસે રૂપિયા 34,400 નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. મીઠાપુર પોલીસ દ્વારા ગતરાત્રે આરંભડા સીમ વિસ્તારમાં જુગાર દરોડો પાડી, આ સ્થળે રહેતા મહિલા દ્વારા નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાંથી આઠ મહિલાઓને ઝડપી લઇ, કુલ રૂપિયા 10,660 નો મુદ્દા માલ કબજે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular