Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં હૃદયરોગના હુમલાએ વધુ બેનો ભોગ લીધો

દ્વારકા જિલ્લામાં હૃદયરોગના હુમલાએ વધુ બેનો ભોગ લીધો

- Advertisement -

ખંભાળિયા તાલુકા પંચાયતના સદસ્ય એવા 31 વર્ષના એક યુવાનનું તાજેતરમાં ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજયા બાદ જિલ્લામાં હૃદયરોગના હુમલાના કારણે વધુ બે મૃત્યુ નીપજ્યા હતા.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા પ્રભાતસિંહ નારુભા જાડેજા નામના 58 વર્ષના આધેડને હૃદયરોગના હુમલા સાથે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હોવાની જાણ મૃતકના પુત્ર હરપાલસિંહ જાડેજાએ વાડીનાર મરીન પોલીસને કરી છે.

બીજો બનાવ, રાજસ્થાન રાજ્યના બિકાનેર તાલુકામાં રહેતા સુરેન્દ્રકુમાર પ્રયાગદાસ શર્મા નામના 56 વર્ષના બ્રાહ્મણ આધેડનું દ્વારકાના રબારી ગેટ વિસ્તારમાં આવેલી એક હોટલ ખાતે હૃદયરોગનો હુમલો આવી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular