દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાના સુરજકરાડી-કૃષ્ણનગર વિસ્તારમાં ઈલેકટ્રીક શોક લાગવાથી બે ગાયોના મોત નિપજ્યાં હતાં. સપ્તાહ પુર્વે આ જ રીતે એક ગાય અને એક શ્વાનનું વીજશોકથી મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાના સુરજકરાડી-કૃષ્ણનગર વિસ્તારમાં પીજીવીસીએલની બેદરકારીના કારણે થાંભલામાં વીજશોક લાગવાથી બે ગાયોના મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. અગાઉ અવાર-નવાર રજૂઆત કરવા છતાં પીજીવીસીએલ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતા બે ગાયોના મોત નિપજ્યાં હતાં. આ પૂર્વે સપ્તાહ પહેલાં વીજશોકથી એક ગાય અને એક શ્ર્વાનનું મોત નિપજ્યું હતું. જિલ્લામાં અનેક વખત પીજીવીસીએલના થાંભલામાં વીજશોક લાગતા અબોલ પશુઓ અને માનવ મૃત્યુ થયાની ઘટનાઓ પણ બનતી રહે છે. પીજીવીસીએલ દ્વારા ઘોર બેદરકારની ના કારણે આવી ઘટનાઓ અવાર-નવાર બનતી હોય છે.