Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી મોબાઇલચોરી આચરતી પરપ્રાંતિય બેલડી ઝબ્બે

જામનગર શહેરમાંથી મોબાઇલચોરી આચરતી પરપ્રાંતિય બેલડી ઝબ્બે

ત્રણ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા : 90 હજારની કિંમતના 15 ચોરાઉ મોબાઇલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરના ભીડભાડવાળા ભરચક વિસ્તારમાં લોકોના ખીસ્સામાંથી મોબાઇલ ચોરી આચરતા બે તસ્કરોને એલસીબીની ટીમે રૂા.90,000 ની કિંમતના 15 નંગ ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લઇ વધુ તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ભીડભાડવાળા વિસ્તારો જેવા કે એસ.ટી. ડેપો, શાકમાર્કેટ, ગુજરી બજાર જેવા સ્થળોએથી લોકોના ખીસ્સામાંથી મોબાઇલ ચોરી આચરતી તસ્કર બેલડી અંગેની પો.કો. ફિરોજ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, હરદીપ ધાંધલને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી સોનુ ઉર્ફે અજય રામ ઠાકુર ઉર્ફે ડુખુ જ્યોતિન ઠાકુર (રહે. મહાજપુર, મીનાબજાર, ઝારખંડ) અને રોહિતકુમાર આરજુ ભુટાભાઈ નોનિયા (રહે.સોડપુર, આસનસોલ, પશ્ર્ચિમ બંગાળ) નામના બે તસ્કરોને દબોચી લીધા હતાં.

- Advertisement -

એલસીબીની ટીમે બંને તસ્કરોની તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.90,000 ની કિંમતના 15 નંગ ચોરાઉ મોબાઇલ મળી આવતા કબ્જે કર્યા હતાં. તસ્કર બેલડીની પૂછપરછમાં સીટી એ ડીવીઝનમાં બે તથા બી ડીવીઝનમાં એક મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે તસ્કર બેલડી અને મુદ્દામાલ સીટી એ ડીવીઝનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular