Saturday, December 21, 2024
Homeરાજ્યફલ્લા નજીક કારચાલકે બાઈકને ઠોકર મારતા બે ભાઈઓ ઘવાયા

ફલ્લા નજીક કારચાલકે બાઈકને ઠોકર મારતા બે ભાઈઓ ઘવાયા

અકસ્માત નીપજાવી કારચાલક ફરાર

- Advertisement -

જામનગર જીલ્લાના ફલ્લા ગામ નજીક ગઈકાલના રોજ મોટરકાર અને બાઈક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો જેમાં બાઈકસવાર બે પિતરાઈ ભાઈઓ ઈજાગ્રસ્ત થતાં નાશી છુટેલા કારચાલક વિરુધ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

જામનગર જીલ્લાના ફલ્લા ગામે રહેતા અમૃતલાલ ઓધવજીભાઈ આદ્રોજા તથા તેમના પિતરાઈ  છગનભાઈ બને ગઈકાલના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બાઈક લઇને જઈ રહ્યા હતા ત્યારે ફલ્લાના નર્મદા પેટ્રોલ પંપ નજીક એક પુરઝડપે જઈ રહેલ હોન્ડા કંપનીની ફોર વ્હીલ કાર જેના નં.જીજે-03-ઈઆર-8441ના ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતા બાઈકસવાર બન્ને ભાઈઓને નાની મોટી ઈજાઓ પહોચી હતી. અકસ્માત નીપજાવી નાશી છુટેલા કાર ચાલક વિરુધ અમૃતલાલે પંચકોશીએ ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular