જામનગર જિલ્લાના મેઘપરમાં 10 માસ પહેલાં નોંધાયેલા દારૂના કેસમાં નાસતા ફરતા બે શખ્સોને એલસીબીની ટીમે આરંભડા અને મેવાસામાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનમાં 10 માસ પહેલાં નોંધાયેલા દારૂના કેસમાં નાસતા ફરતા બે આરોપીઓ અંગેની એલસીબીના અશોક સોલંકી, વનરાજ મકવાણા, ધાના મોરી, રાકેશ ચૌહાણને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ જે.વી.ચૌધરી તથા ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડામાંથી ભીમાભા રાણાભા કેર અને મેવાસા ગામમાંથી રૂપાભા ઉર્ફે રૂપસીંગ વાલાભા માણેક નામના બન્ને શખ્સોને તેમના ઘરેથી દબોચી લઇ મેઘપર પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.