Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકાલાવડ નજીક રાત્રિના સમયે બે બાઈક ધડાકાભેર અથડાયા

કાલાવડ નજીક રાત્રિના સમયે બે બાઈક ધડાકાભેર અથડાયા

જમવા જતા બે મિત્રો પૈકીના એકનું મોત: એક મિત્રને ગંભીર ઈજા: અજાણ્યો બાઇકચાલક પણ ઘવાયો : ધડાકાભેર અથડાતા બંને બાઈકના ભુક્કા બોલી ગયા : ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા

- Advertisement -

કાલાવડ નજીક હીરપરા સ્કૂલ પાસેથી પસાર થતા બાઈકસારે સામેથી આવતા બાઈક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યુ હતું. અકસ્માતના બનાવમાં બંને બાઈક ધડાકાભેર અથડાતા બાઈકનો ભુક્કો બોલી ગયો હતો.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં માછરડા સોસાયટીમાં રહેતાં અને મુળ ખંઢેરા ગામના વતની પ્રવિણભાઈ અમરશીભાઇ આઠુ (ઉ.વ.36) નામના યુવાન શનિવારે રાત્રિના સમયે તેના મિત્ર આકાશભાઈ કરશનભાઈ વાણીયા નામના યુવાનના જીજે-10-સીકયુ-1625 નંબરના બાઈક પર બંને મિત્રો કાલાવડ જમવા જતાં હતાં તે દરમિયાન કાલાવડ નજીક આવેલી હીરપરા સ્કૂલના ગેઈટ પાસે પહોંચ્યા ત્યારે કાલાવડ તરફથી પૂરપાટ આવી રહેલા જીજે-10-ઈએ-8838 નંબરના બાઈકચાલકે સામેથી આવતા આકાશના બાઈક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં બંને બાઈક એટલા જોરથી અથડાયા કે બંને બાઈકનો ભૂકકો બોલી ગયો હતો. ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલક આકાશભાઈ તથા પાછળ બેસેલા પ્રવિણભાઈ તેમજ અજાણ્યા બાઈકસવાર સહિતના ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ લોહીનું ખાબોચીયું ભરાઇ ગયું હતું.

ત્યારબાદ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બંનેની હાલત નાજુક જણાતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં બાઈક પાછળ બેસેલા પ્રવિણભાઈ આઠુનું ગંભીર ઈજા પહોંચવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું તેમજ આકાશભાઈને હાથમાં તથા પગમાં અને શરીરે ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણના આધારે પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફે મૃતક પ્રવિણના ભાઈ જેન્તીભાઈના નિવેદનના આધારે બાઇકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular