Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરવાસીઓ માટે બે મોટા સમાચાર, સાવચેતી જરૂરી નહિતર...

જામનગરવાસીઓ માટે બે મોટા સમાચાર, સાવચેતી જરૂરી નહિતર…

- Advertisement -

વેક્સિનેશનમાં જામનગર દેશભરમાં અગ્રેસર રહ્યું છે. ત્યારે જામનગરવાસીઓ માટે બે સારા સમાચાર આવ્યા છે. એક તો જામનગર હર્ડ ઈમ્યુનીટીની કક્ષાએ પહોચી ગયું છે. એટલે કે શહેરમાં વેક્સીન લેવા યોગ્ય લોકો પૈકી 72% લોકો વેક્સીન લઇ ચુક્યા છે. અને બીજું કે મ્યુકોરમાયકોસીસની મહામારીનો અંત આવ્યો છે.

- Advertisement -

જામનગર હર્ડ ઈમ્યુનીટીની કક્ષાએ

જામનગર શહેરની કુલ વસ્તી 6.5લાખ છે. હર્ડ ઈમ્યુનીટી માટે 70% લોકોનું રસીકરણ થવું જરૂરી છે. એટલે કે જામનગરના 4,50,000 લોકોને વેક્સીન આપવી જરૂરી છે.16જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એટલે કે તા.11 સુધીમાં વેક્સીનના કુલ 432864 ડોઝ આપવામાં આવ્યા છે. જે પૈકી 3,23,740 લોકોને રસીનો પ્રથમ અને 109124 લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. એટલે કે જામનગરમાં વેક્સિન લેવા યોગ્ય લોકો પૈકી 72% લોકો વેક્સીન લઇ ચુક્યા છે માટે શહેર હર્ડ ઈમ્યુનીટીની કક્ષાએ પહોચ્યું છે.

- Advertisement -

હર્ડ ઈમ્યુનિટી એટલે શુ અને તે ક્યારે આવે ?

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈ પણ વિસ્તારની વસ્તીના 70% હિસ્સાને વેક્સિનેટેડ કરી દેવામાં આવે તો હર્ડ ઈમ્યુનિટી વિકસિત થાય છે. જે કોઈપણ બીમારી સામે રક્ષણ આપે છે. જેના કારણે મોટાભાગની વસતી સંક્રમણથી સુરક્ષિત થઇ શકે છે.અને જામનગર સંક્રમણથી સુરક્ષિત થઇ ચુક્યું છે. કારણકે શહેરમાં 18વર્ષથી ઉપરના 4,50,000 લોકો છે. જે વેક્સીન લેવા યોગ્ય છે. જે પૈકી 3,23,740 લોકોએ એટલે કે 72% લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. અને જામનગર કોરોના સંક્રમણનું જોખમ ઓછુ થયું છે. વૈજ્ઞાનિકોના મતે હર્ડ ઈમ્યુનીટી ધરાવતાં લોકોમાં જો કોરોના સંક્રમણ થાય તો પણ તે ગંભીર બનવાનું કે મૃત્યુનું જોખમ ઓછુ રહે છે.

- Advertisement -

પરંતુ આ બધા વચ્ચે ત્રીજી લહેરની આશંકાઓ હોવાથી જામનગરવાસીઓએ બેફિકર થઈને ફરવાની જગ્યાએ સાવચેતી રાખવી જરૂરી છે. અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ.

જામનગરમાં મ્યુકોરમાયકોસિસની મહામારીનો અંત

કોરોના વાયરસથી સ્વસ્થ થયા બાદ જામનગર સહીત દેશભરમાં મ્યુકોરમાયકોસિસના વધી રહેલા કહેરને ધ્યાનમાં રાખી તેને મહામારી ઘોષિત કરવામાં આવી છે. ત્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં પણ અત્યાર સુધી મ્યુકોરના 280 જેટલા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. અને 220 સર્જરીઓ કરવામાં આવી છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે હવે જીજી હોસ્પિટલમાં મ્યુકોરના માત્ર 3જ દર્દીઓ છે અને તેમની પણ સર્જરી થઇ ચૂકી છે, અને એક બે દિવસમાં ડીસ્ચાર્જ કરવામાં આવશે. આ સાથે જ જામનગરમાં મ્યુકોરમાયકોસિસની મહામારીનો પણ અંત આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular