કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા કુલદીપસિંહ ઉર્ફે લાલો અજીતસિંહ જાડેજા નામના શખ્સને પોલીસે વિદેશી દારૂના પાંચ ચપલા તેમજ 18 લીટર દેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ભાણવડ તાલુકાના વેરાડ ગામેથી હિતેશ જીવાભાઈ છાટકા નામના 23 વર્ષના શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં હનુમાનગઢ ગામના લખન કેશુભાઈ ગોઢાણીયાનું નામ પણ ખુલવા પામ્યું છે.