જોડિયા તાલુકાના હડિયાણા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન 192 બોટલ દારૂ, બે મોબાઇલ, એક કાર સહિત રૂા. 8,64,000ના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ગાંધીનગરમાંથી સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે 112 બોટલ દારૂ સાથે શખ્સને બાઇક સહિત ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જોડિયા તાલુકાના હડિયાણા ગામની ધાર સીમમાં આવેલા બિપીન વસ્તા વકાતરના ખેતરમાં દારૂનો જથ્થો હોવાની અરજણભાઇ કોડિયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, મયુદીનભાઇ સૈયદને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
View this post on Instagram
આ રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ ખેતરમાં તલાશી લેતાં રૂા. 2,59,200ની કિંમતની 192 બોટલ દારૂ, રૂા. 5500ની કિંમતના બે મોબાઇલ ફોન, રૂા. 6 લાખની કિંમતની એક કાર મળી કુલ રૂા. 8,64,700નો મુદામાલ કબ્જે કરી બિપીન વકાતર, જેઠા કરમશી જુથર નામના બે શખ્સોની પકડી લઇ પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો મોરબીના ભીમશીભાઇ દ્વારા સપ્લાય કરાયાની કેફિયતના આધારે એલસીબીએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી જોડિયા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા હતા.
બીજો દરોડો જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાંથી પસાર થતાં જીજે10 ઇઇ 1919 નંબરના એક્સેસ બાઇકચાલક ભવ્યદીપસિંહ ઇન્દ્રજિતસિંહ વાળા (ઉ.વ.27) નામના સિક્યોરિટી ગાર્ડને આંતરીને સિટી ‘બી’ ડિવિઝને તલાશી લેતાં શખ્સ પાસેથી રૂા. 64,550ની કિંમતની 112 નંગ દારૂની બોટલ મળી આવતાં પોલીસે બાઇક અને દારૂનો જથ્થો કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.


