કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામમાં રહેતો શ્રમિક યુવાનનો અઢી વર્ષના પુત્રનું પાણીના વોંકળામાં પડી જતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામના વાડી વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો રામસીંગભાઈ ખરાડ નામના યુવાનનો પુત્ર સમરુખ (ઉંમર અઢી વર્ષ) તેના ભાઈ સાથે રવિવારે સાંજના સમયે વાડીના સેઢે આવેલા પાણીના વોંકળા પાસે રમતો હતો તે દરમિયાન વોંકળામાં પડી જતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ અંગેની રામસીંગભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ પાણીમાંથી બાળકના મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.