ભાણવડના ઓમકાર સોસાયટી વિસ્તારમાં થોડા સમય પૂર્વે એક ઘરફોડ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે પ્રોબેશનલ ડીવાયએસપી જનેશ્વર નલવાયાના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલી તપાસમાં મોબાઈલ ફોનના આઈ.એમ.ઈ.આઈ. નંબરના આધારે ભાણવડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બૈડીયાવદરા તથા શક્તિસિંહ જાડેજા અને સર્વેલન્સ સ્ટાફના મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીકના મેવાસા ગામના વાડી વિસ્તારમાંથી મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના રહીશ રોશન જંગલીયા ઉર્ફે જંગલસિંહ ડામોર નામના 28 વર્ષના આદિવાસી શખ્સ સાથે અલીરાજપુર જિલ્લાના મહેશ ઉર્ફે મલસિંહ જતનિયા મોહનીયા નામના 21 વર્ષના શખ્સ મળી, બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આ બંને શખ્સો પાસેથી પોલીસે ચોરીના મુદ્દામાલના મોબાઈલ ફોન તથા કપલ વોચ કબજે કરી છે. આ પ્રકરણમાં અલીરાજપુરના રહીશ શેરૂ કારુ સપના અને અશ્વિન ઉર્ફે રસિક મગરૂ મેડા નામના બે શખ્સો ફરાર ગણી, આ શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.