Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી દુષ્કર્મ આચરનાર બે નરાધમ ઝડપાયા

જામનગર શહેરમાંથી દુષ્કર્મ આચરનાર બે નરાધમ ઝડપાયા

દુષ્કર્મ આચરી તરૂણીને ગર્ભવતી બનાવી : સિટી સી ડિવિઝન પોલીસે આરોપીઓની પૂછપરછ આરંભી

- Advertisement -

જામનગર શહેરના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરૂણી ઉપર દુષ્કર્મના બનાવમાં નોંધાયેલા ગુનામાં પોલીસે બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરૂણી ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના બનાવમાં નાસતા ફરતા બે આરોપીઓની શોધખોળ દરમિયાન પો.કો. મહેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સિસોદીયા, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, હરદીપભાઈ વસંતભાઈ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા સહિતના સ્ટાફે વુલનમીલ રેલવે કોલોનીમાં રહેતાં પ્રકાશ દિલીપ મનવર (ઉ.વ.23) અને ગોકુલનગરમાં ભાગ્યોદય સોસાયટીમાં રહેતાં રોહિત પ્રેમજી પરમાર (ઉ.વ.24) નામના બન્ને શખ્સોને ઝડપી લીધા હતાં.

પોલીસે બન્ને શખ્સોની પૂછપરછ હાથ ધરી હતી તેમજ પ્રકાશ મનવર નામના શખ્સે તરૂણીને પ્રેમજાળમાં ફસાવી 10 માસ પહેલાં દુષ્કર્મ આચર્યુ હતું તેમજ રોહિત પરમાર નામના શખ્સે પણ દુષ્કર્મ આચરતાં તરૂણી ગર્ભવતી બની ગઇ હતી. ત્યારબાદ આ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular