Friday, December 27, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના બાઈક ચોરી પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયા

ખંભાળિયાના બાઈક ચોરી પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયા

બે મોટરસાયકલ કબ્જે

- Advertisement -

ખંભાળિયા શહેરમાંથી તાજેતરમાં એક મોટરસાયકલની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ પ્રકરણમાં ખંભાળિયા પોલીસે તાકીદની કામગીરી કરી અને અહીંના બે શખ્સને દબોચી લીધા હતા. આ આરોપીઓએ જામનગરથી પણ એક મોટરસાયકલની ચોરી કરી હોવાનું પણ કબૂલ્યું હતું.

- Advertisement -

આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા પંથકમાંથી થોડા દિવસ પૂર્વે એક મોટરસાયકલ ચોરી થયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ હતી. જે સંદર્ભે અહીંના પી.આઈ. ડી.એમ. ઝાલાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી, આ પ્રકરણમાં પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા અને કાનાભાઈ લુણા દ્વારા હ્યુમન તથા ટેકનિકલ સોર્સિસના માધ્યમથી અહીંના શક્તિનગર વિસ્તારમાં રહેતા પ્રવિણદાસ ઉર્ફે પક્કલ નાનકદાસ શ્રીમાળી (ઉ.વ. 26) અને ગાયત્રીનગરમાં પાણીના ટાંકા પાસે રહેતા કમલેશ હરિશભાઈ પરમાર (ઉ.વ. 25) નામના બે શખ્સોને નેત્રમ સીસીટીવી કેમેરા ઓપરેટિંગ ટીમની મદદથી ઝડપી લીધા હતા.

ઉપરોક્ત શખ્સોએ ખંભાળિયામાંથી ચોરી કરેલું રૂા. 35,000 ની કિંમતનું જી.જે. 37 એ 2183 નંબરનું ડીલક્ષ મોટરસાયકલ ઉપરાંત જામનગરથી પણ ચોરી કરેલું રૂા. 35,000 ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી કુલ રૂપિયા 70,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરોક્ત આરોપીઓ રખડતા ભટકતા હોય તે સમયે રેઢું પડેલું મોટરસાયકલ ડાયરેક્ટ કરી અને ચોરી કરતા હોવાનું ખુલવા પામ્યું છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. ડી.એમ. ઝાલા સાથે પી.એસ.આઈ. એન.એચ. જોશી, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular