Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઅંતે ટિવટરે ભારતીય કાયદાઓનો કર્યો સ્વીકાર

અંતે ટિવટરે ભારતીય કાયદાઓનો કર્યો સ્વીકાર

ભારતમાં રેસીડેન્ટ ગ્રીવાન્સ અધિકારીની નિમણૂંક : નવા આઇટી પ્રધાનની ચેતવણી બાદ ટિવટર દ્વારા કાર્યવાહી

- Advertisement -

ટિવટરે ભારત સરકારના નવા આઈટી નિયમોનુ પાલન કરીને આખરે ભારતમાં ફરિયાદોનો નિકાલ કરવા માટે ગ્રીવાન્સ અધિકારીની નિમણૂંક કરી છે. કંપનીએ વેબસાઈટ પર આ જાણકારી આપી હતી. ભારતમાં નવા નિયમોનુ પાલન નહીં કરીને ટ્વિટર વિવાદોમાં સપડાયુ હતુ. નવા નિયમ પ્રમાણે ગ્રીવાન્સ અધિકારીની સાથે સાથે નોડલ ઓફિસરની પણ ટિવટરે નિમણૂંક કરવાની છે.આ ત્રણે અધિકારીઓ ભારતના રહેવાસી હોવા જરુરી છે.

- Advertisement -

ટિવટરે વેબસાઈટ પર આપેલી સૂચના પ્રમાણે વિનય પ્રકાશ કંપનીના ગ્રીવાન્સ અધિકારી છે.સાથે સાથે ટ્વિટરનો બેંગ્લોર ખાતે ડિક્ધસ રોડ પર આવેલી ધ એસ્ટેટ નામની બિલ્ડિંગના ચોથા ફ્લોર પર સંપર્ક કરી શકાશે.ટ્વિટરની ભારતમાં સ્થાનિક ઓફિસ હોવી અને તેનુ સરનામુ જાહેર કરવુ પણ આઈટી નિયમનો જ એક ભાગ છે. ટ્વિટરના ભારતમાં 1.75 કરોડ જેટલા યુઝર્સ છે.નવા સોશિયલ મીડિયા નિયમોને લઈને ભારત સરકાર સાથે ટ્વિટરનો વિવાદ ચાલી રહ્યો છે.આ પહેલા હાઈકોર્ટે પણ ટ્વિટરની ઝાટકણી કાઢીને કહ્યુ હતુ કે, આઈટી નિયમોનુ પાલન કરવા માટે તમે તમારી મરજી પ્રમાણે સમય લઈ શકો નહીં.આ સંજોગોમાં સરકાર તમારી સામે કાર્યવાહી કરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular