સોશીયલ મીડિયા કંપની ટ્વીટરે આજે કહ્યું કે નવા નિયમો લાગુ કરવા માટે સરકાર અમને ત્રણ મહિનાનો સમય આપે. નિયમોને લઈને અભિવ્યક્તિની આઝાદી ખતરામાં પડશે તે અંગે પણ ટ્વીટરે ચિંતા વ્યક્ત કરી છે. ટૂલકિટ વિવાદ સંબંધિત આ સપ્તાહની શરુઆતમાં દિલ્હી અને ગુરુગ્રામમાં ટ્વિર કાર્યાલયો પર પોલીસે દરોડા પાડ્યા હતા.
ટ્વિટરે કહ્યું કે અમે ભારતમાં અમારા સ્ટાપની સુરક્ષાને લઈને ચિંતામાં છીએ. જે લોકોને અમે અમારી સર્વિસ આપીએ છીએ, તેમની અભિવ્યક્તિની આઝાદીને લઈને અમે પરેશાન છીએ. અમે નિયમોને લાગુ કરવા માટે તૈયાર છીએ, પરંતુ તે સંપૂર્ણપણે પારદર્શિતાના નિયમોની સાથે થશે. અમે સમગ્ર મામલામાં ભારત સરકારની સાથે અમારી વાતચીતને યથાવત રાખીશું. અમારું માનવું છે કે આ મામલે બંને તરફથી સહયોગાત્મકી વલણ અપનાવવું જરૂરી છે. અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે અમને 3 મહિનાનો સમય આપવામાં આવે.
આઇટી મંત્રાલયે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી સોશયલ મીડિયાકંપનીઓને તાત્કાલિક નવા ડિજિટલ નિયમોનું પાલન કરવાની સ્થિતિ અંગેનો સ્ટેટસ રિપોર્ટ આપવા જણાવ્યું છે. બુધવારથી નવા નિયમો અમલી બન્યા છે. આ કંપનીઓએ ઈ-મેલ દ્વારા આ મામલે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા નથી.