અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પે જામનગરના વનતારાની મુલાકાત લીધી હતી. અહીંની કુદરતી સૌંદર્યભરી પરિસ્થિતિ, હરિયાળા પરિસર અને વિવિધ દુર્લભ પ્રાણીઓની સંભાળથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.
વનતારાની મુલાકાત દરમિયાન જુનિયર ટ્રમ્પે અનંત અંબાણી દ્વારા અહીં કરવામાં આવેલી સંરક્ષણ કાર્ય અને વ્યવસ્થાઓને બિરદાવતાં કહ્યું કે અહીં પ્રાણીઓ માટે કુદરત જેવો જ સુરક્ષિત અને સંવેદનશીલ માહોલ રચવામાં આવ્યો છે, જે જોઈને તેમને આનંદ અને ગર્વની લાગણી અનુભવી.
તેમણે ખાસ કરીને અહીં રાખવામાં આવેલા પ્રાણીઓ માટેની સુવિધાઓ, સંભાળ, આરોગ્ય વ્યવસ્થા અને ખુલ્લી હરિયાળી જગ્યા વિશે પ્રશંસા કરતાં કહ્યું કે વનતારામાં રહેતા પ્રાણીઓ ખરેખર સારી રીતે સંરક્ષિત અને સુખી જીવન જીવે છે, જે ગુજરાત અને અંબાણી પરિવારના પ્રાણીસંરક્ષણના પ્રતિબદ્ધતાનો જીવંત દાખલો છે.


