જામનગર શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ દ્વારા તા. 25 ડિસેમ્બર શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી શહેરના મીગ કોલોની વિસ્તારમાં આવેલ જંગલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમા 200થી વધુ હિંદુ યુવાનો બજરંગદળમાં જોડાયા હતાં અને જામનગર જિલ્લાના સંયોજક હિરેનભાઇ ગંઢા તથા શહેર સંયોજક ભૈરવ ચાન્દ્રાની આગેવાની હેઠળ તમામ નવા જોડાયેલાં બજરંગીઓએ ત્રિશૂલ દિક્ષાગ્રહણ કરી હતી. આ તકે સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા દ્વારા રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા, નારી રક્ષા, ગૌરક્ષાના સાધુ-સંતોની ઉપસ્થિતીમા સોગંધ લેવડાવેલ હતા. ઉપસ્થિત સંતો-મહંતો એ આશિર્વચન પાઠવ્યા હતા. જામનગર ઉત્તર વિભાગના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા હિન્દુ સંસ્કૃતિ માટે કાર્ય કરતા યુવાનોને સમાજમાં કોઈપણ બહેન-દિકરીઓની મુસીબતના સમયે જાણકારી મળતા મદદ માટે દોડી આવવા અપીલ કરવામાં આવી હતી અને આપણે સહુએ સ્વસ્છ શહેર બનાવવાની પણ અપીલ કરી હતી. ત્યારબાદ સાધુ-સંતો દ્વારા નગરના મુખ્ય માર્ગો પર શોર્યયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સનાતન ધર્મપ્રેમી લોકો જોડાયા હતાં. આ શોર્યયાત્રા મિગ કોલોનીથી પ્રદર્શન ગ્રાઉન્ડ,લાલબંગલા, ટાઉનહોલ, બેડીગેઈટ, રણજીત રોડ, ચાંદીબજાર, હવાઇચોક (તિલકચોક) થઈ વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદીરે પૂર્ણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાના સંત ચતુર્ભુજ મહારાજ, પ્રણામી સંપ્રદાયના મહંત, વાલ્મીક સમાજના મહંત તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ ભરતભાઇ મોદી, બજરંગદળના સંયોજક રવિરાજ સિંહ જાડેજા, જામનગર જિલ્લાના પ્રમુખ ભરતભાઇ ડાંગરીયા, મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, સહમંત્રી હેમતસિહ જાડેજા, બજરંગ દળ જીલ્લા સંયોજક હિરેનભાઇ ગંઢા, શહેર સંયોજક ભૈરવ ચાન્દ્રા, સેવા પ્રમુખ પ્રફુલભાઈ ચૌહાણ, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, મિડિયા સંયોજક કિંજલ કારસરીયા, ગ્રામ્યમંત્રી પ્રિતમસિંહ વાળા, ગ્રામ્ય સંયોજક સંજયસિંહ કંચવા, દરેડના વિહીપ પ્રખંડ પ્રમુખ વિશાલભાઈ હરવરા, રણજીતસિંહ જાડેજા, સેવા વિભાગના રાણાભાઇ, દડિયાના કમલેશભાઈ હરવરા, નારણપરના મણીભાઈ ચાન્દ્રા તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોમાં ડોક્ટર યોગેન્દ્ર વેકરીયા, ભાજપ શહેર અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા જામનગર 78-વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઇ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, પુર્વ ડેપ્યુટી મેયર સુરેશભાઈ કટારમલ, પ્રભુ રામચંદ્ર સેવા ટ્રસ્ટના પ્રમુખ વિશાલભાઈ ખખ્ખર, પ્રદિપસિંહ રાઠૌર, વિજયભાઈ અગ્રાવત તેમજ અનેક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.