જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આજરોજ ફાયર ડે નિમિતે શહિદ ફાયર જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. 1944માં બોમ્બે ડોકયાર્ડમાં જહાજમાં આગ લાગી હતી. જેમાં 66 જવાનો શહિદ થયા હતાં. આ શહિદ જવાનોેને શ્રધ્ધાંજલી પાઠવી 14 એપ્રિલના રોજ ફાયર-ડેની ઉજવણી કરવામાં આવે છે.
આજરોજ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ખાતે ફાયર-ડે નિમિતે શહિદ ફાયર જવાનોને શ્રધ્ધાંજલી આપવા મૌન પાડયું હતું. આ તકે કમિશ્નર સતિષ પટેલ, ઇન્ચાર્જ ચિફ ફાયરઓફિસર પાંડયન તેમજ ફાયરના જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.