Saturday, December 14, 2024
Homeરાજ્યજામનગરનરારા ટાપુ ઉપર નેશનલ પાર્ક દ્વારા વૃક્ષારોપણ તથા સફાઈ અભિયાન

નરારા ટાપુ ઉપર નેશનલ પાર્ક દ્વારા વૃક્ષારોપણ તથા સફાઈ અભિયાન

- Advertisement -

જામનગરમાં આજરોજ વિશ્ર્વપર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર મરીન નેશનલ પાર્કના નરારા ટાપુ ઉપર મરીન નેશનલ પાર્ક દ્વારા વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સફાઈ અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ તકે મરીન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગાઈડ અને જામનગરના પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતાં. સફાઈ અભિયાન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાંથી પ્લાસ્ટિક વેસ્ટ અને ફીશીંગ નેટને દૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત કાંઠાળ વિસ્તારોમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે નરારા વાડીનારના રાઉન્ડ ફોરેસ્ટર હુશેનભાઇ ગઢ સહિતના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને વિશ્ર્વ પર્યાવરણ દિવસની વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન સાથે ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular