જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ફરજ બજાવતાં ટીઆરબીના જવાનની ફરજ દરમ્યાન કારચાલકએ ફરજમાં રૂકાવટ કરી પગ તેમજ હોઠમાં ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં કાનો માલધારી હોટલ પાસેના રોડ પર ઝીલ રમેશભાઇ બગડા (ઉ.વ.22) નામનો યુવાન ટીઆરબીના જવાન તરીકે ફરજ બજાવતો હતો. તે દરમ્યાન ગત્ તા. 05ના રોજ શુક્રવારે બપોરના સમયે ટ્રાફિકને અડચણરૂપ જીજે03-એનબી-9080 નંબરની સ્વિફ્ટ કારને અડચણરૂપ ન થાય તે રીતે પાર્ક કરવાનું કહેતાં કારના ચાલકએ તેની સ્વિફ્ટ કાર બેફિકરાઇથી ભગાવી TRBના જવાનને હાથ, પગ તેમજ હોઠમાં ઇજા પહોંચાડી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ જવાન દ્વારા ફરજમાં રૂકાવટ તથા ઇજા પહોંચાડયાની ફરિયાદ સિટી ‘સી’ ડિવિઝનમાં નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એમ. વી. દવે તથા સ્ટાફએ કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.


