Wednesday, January 8, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાં ટ્રાવેલ્સ કંડક્ટર ઉપર બે શખ્સો દ્વારા હુમલો

દ્વારકામાં ટ્રાવેલ્સ કંડક્ટર ઉપર બે શખ્સો દ્વારા હુમલો

- Advertisement -

ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને ખાનગી બસના ટ્રાવેલ્સ કંડકટર તરીકે કામ કરતા રામભાઈ વેરશીભાઈ જામ નામના 60 વર્ષના ગઢવી વૃદ્ધ દ્વારકામાં આવેલા કાનદાસ બાપુના આશ્રમ પાસે પોતાની જીજે 05 બી.યુ. 2302 નંબરની બસમાં મુસાફરો ભરી રહ્યા હતા. ત્યારે આ વિસ્તારમાં મહાદેવ ટ્રાવેલ્સ નામની બસ લઈને આવેલા વનરાજભા માણેક તથા બસના ચાલકને ફરિયાદી રામભાઈએ તેઓની ગાડી આગળ લેવાનું કહેતા બંને શખ્સોએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો કાઢી, ધોકા વડે ટ્રાવેલ્સની બસમાં મારતા આ બસના કાચ તૂટી જવાના કારણે રૂા. 10,000 નું નુકસાન થયાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે બંને શખ્સો સામે આઈપીસી કલમ 427, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular