Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયમોંઘવારીના વધુ એક ડોઝ માટે ટ્રાન્સપોર્ટરો કરી રહ્યાં છે તૈયારી

મોંઘવારીના વધુ એક ડોઝ માટે ટ્રાન્સપોર્ટરો કરી રહ્યાં છે તૈયારી

ઇંધણના ભાવ વધારાને કારણે 20 ટકા ભાડું વધારવાની વિચારણા : માલ-ભાડાનો વધારો તમામ વસ્તુઓને વધુ મોંઘી બનાવશે

- Advertisement -

વધતી જતી મોંઘવારી હજુ સામાન્ય વ્યકિતની કમર તોડશે. પેટ્રોલ, ડીઝલ, એલપીજીના ભાવ આસમાને પહોંચી ચૂકયા છે. સીએનજી અને પીએનજીના ભાવ પણ વધી રહ્યા છે. ખાદ્ય તેલ, ખાદ્ય પદાર્થોના ભાવ પણ સામાન્ય વ્યકિતની પહોંચથી બહાર છે. જો તમને લાગે છે કે પરેશાનીઓ અહીં જ ખતમ થઇ રહી છે તો જરા રોકાવ, કારણ કે પિકચર હજુ બાકી છે.

મોંઘવારીનો ઝટકો આપવાનો વારો ટ્રાન્સપોટર્સનો છે. આગામી દિવસોમાં ટ્રાંસપોર્ટ્સ પણ માલભાડામાં વધારો કરવાની યોજના બનાવી રહ્યા છે. મોંઘવારી ડીઝલની માર ટ્રાંસપોર્ટ્સ પર પણ પડી શકે છે. એટલા માટે હવે તે પણ માલભાડામાં 20 ટકા સુધી વધારો કરવાની છે. ગત 2 મહિનાથી જરૂરી માલ સામાનના ભાવમાં વધારો થયો છે અને ટ્રાંસપોર્ટ્સ ભાડા વધારે છે તો ચારેય તરફ મોંઘવારીમાં વધુ વધારો થશે અને સામાનય વ્યકિતનું દર્દ વધુ વધશે.

આ વધારા પાછળ ટ્રાંસપોર્ટર્સનું કહેવું છે કે કોરોના મહામારીના લીધે કુલ ડિમાંડમાં મોટો ઘટાડો થયો છે. જેના લીધે કમાણીમાં કોઇ વધારો થયો નથી. વધતો જતા ખર્ચથી ટ્રાંસપોર્ટ્સની પાસે ભાડું વધારવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. દેશના સૌથી જૂના ટ્રાંસપોર્ટ સંગઠન ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના કોર કમિટીના ચેરમેન બાલ મલકીત સિંહનું કહેવું છે કે કોરોના પહેલાં તેમનું એક ટ્રક દિલ્હીથી મુંબઇ વચ્ચે 3 થી 4 ફેરા કરી લેતો હતો પરંતુ હવે સ્થિતિ એવી છે કે વધુમાં વધું 2 જ ચક્કર લગાવી શકે છે. એટલે કે મહિનામાં ત્રણ લાખની કમાણી ઘટીને હવે 2 લાખ રૂપિયા સુધી રહી ગઇ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાથી જરૂરી સામનોની કિંમતોમાં વધારો થવા લાગી રહ્યો છે, અને આ કોરોનાકાળમાં સામાન્ય લોકો માટે ફરીથી માર સાબિત થઇ રહી છે. ઓઇલની વધતા જતા ભાવથી ખેડ્તનો ખર્ચો વધી ગયો છે અને ખર્ચ વધતાં તેની કિમત મળી રહી નથી. એટલા માટે સપ્લાઇ અને ડિમાન્ડના અંતરના લીધે ફળ અને શાકભાજીના રેટ આસમાને પહોંચી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular