જામનગર તાલુકાના બેડ ગામના ટ્રાન્સપોર્ટરને ચેક પરત ફરવાનાં કેસમાં બે વર્ષ ની સજા અને ચેકથી બમણી રકમના દંડનો અદાલતે હુકમ કર્યો છે.
જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતા એસ ટી વિભાગના નિવૃત્ત કર્મચારી નાથુભા ભીખુભા પાસેથી બેડ ગામમાં જ રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ફિરોજભાઈ બાબુભાઈ રુંઝાએ રૂા.2 લાખ 25 હજારની રકમ હાથ ઉછીની મેળવી હતી. અને તેની પરત ચુકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા અદાલતમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી .આ અંગેનો કેસ ચાલી જતા એડી.ચીફ. જ્યુડી .મેજિસ્ટ્રેટ ગોસાઈએ આરોપી ફિરોજભાઈ રૂંજાને બે વર્ષની જેલ સજા અને ચેકથી બમણી રકમના દંડનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ અશોક ગાંધી રોકાયા હતા.