Saturday, December 28, 2024
Homeરાજ્યહાલારજામનગર-દ્વારકાના ત્રણ સહિત રાજ્યના 87 જજોની બદલી

જામનગર-દ્વારકાના ત્રણ સહિત રાજ્યના 87 જજોની બદલી

જામનગરના પૂર્વ ભાજપ પ્રમુખના બહેન હિતાબેન ભટ્ટની પાટણ કોર્ટમાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ તરીકે નિમણુંક અપાઇ

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા રાજ્યના ન્યાયતંત્રમાં જજોની મોટાપાયે ફેરબદલી કરવામાં આવી છે. જામનગર અને દ્વારકા જિલ્લાના ત્રણ જજ સહિત કુલ 87 જજોની બદલી કરવામાં આવી છે. જયારે કેટલાક જજોનો કાર્યભાર બદલવામાં આવ્યો છે.

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા શનિવારે સાંજે જજોની બદલી અને કાર્યભાર ફેરફારના સામુહિક આદેશ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કુલ 87 જજોની એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરવામાં આવી છે. જેમાં જામનગર ફેમિલી કોર્ટના જજ મહેશકુમાર સોનીને મોડાસામાં મુકવામાં આવ્યા છે. જયારે દેવભૂમિ દ્વારકાના પ્રશાંતકુમાર શેઠને અમદાવાદ સિવિલ કોર્ટમાં તથા ખંભાળિયાના દિપેન બુધ્ધદેવને અમદાવાદ ડિસ્ટ્રીકટ કોર્ટમાં બદલી કરવામાં આવી છે. જામનગર ભાજપના પૂર્વ પ્રમુખ હિતેન ભટ્ટના બહેન હિતાબેન ઇન્દુભાઇ ભટ્ટની અમદાવાદ ફેમિલી કોર્ટમાંથી પાટણના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

આ ઉપરાંત 54 જેટલા જજોને જુદા-જુદા સ્થાનો પર સેશન્સ જજ અને એડિશનલ સેશન્સ જજની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં જામનગરના શુભદ્રા ક્રિષ્નકાંત બક્ષીનો પણ સમાવેશ થાય છે. જયારે કેટલાક જજોની હાલની ફરજની જગ્યાએ સ્થાન ફેર કરવામાં આવ્યા છે. એટલે કે, તેમની કોર્ટ બદલવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular