Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરવિવિધ રાજ્યોના ફાયર અધિકારીઓ માટે જામનગરમાં તાલીમ શિબિર

વિવિધ રાજ્યોના ફાયર અધિકારીઓ માટે જામનગરમાં તાલીમ શિબિર

નેશનલ ફાયર કોલેજ નાગપુરના 79 ડિવીઝનલ ઓફિસર કોર્ષના કુલ 26 તાલીમાર્થીઓ જામનગરમાં આવ્યા

- Advertisement -

જામનગર શહેરમાં વિવિધ રાજ્યોના ફાયર અધિકારીઓ માટે 11 દિવસની તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. જે માટે રાષ્ટ્રીય કક્ષાની સરકારી ઈન્સ્ટીટયુટના તાલીમાર્થીઓ નાગપુરથી 79 ડિવિઝનલ ઓફીસર કોર્ષના 26 તાલીમાર્થીઓ 10 દિવસની તાલીમ અર્થે જામનગર આવ્યા છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ ખાતે નેશનલ લેવલના ટે્રનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજના તાલીમાર્થીઓ તથા ડિવિઝનલ કોર્સના અધિકારીઓ ભાગ લેવા માટે જામનગર પહોંચ્યા હતાં. 26 જેટલા તાલીમાર્થીઓને પ્રેકટીકલ તાલીમ આપવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકા કમિશનરની દેખરેખ હેઠળ ફાયર વિભાગ દ્વારા ચીફ ફાયર ઓફિસરના માધ્યમથી તાલીમાર્થીઓની ઉદ્યોગો, સરકારી સંસ્થાનોની મુલાકાતો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે જામનગર શહેર નજીક જીએસએફસી, રિલાયન્સ, નયારા, આઈઓસી ઓઇલ પાઈપલાઈન, લશ્કરની ત્રણ પાંખો સહિતની મહત્વના સંસ્થાનો આવેલા છે. ત્યારે ફાયર વિભાગ જેવી ઇમરજન્સી સર્વિસનું મહત્વ વધી જાય છે. ત્યારે આ તાલીમ શિબિર મહત્વનું માધ્યમ બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular