ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતો સોયબ ઈશાકભાઈ બોલીમ નામનો 25 વર્ષનો મુસ્લિમ યુવાન ગત તા.22 નવેમ્બરના રોજ જીજે-12-એઝેડ-7967 નંબરના એક ટ્રકમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે થતા ઉપરોક્ત ટ્રકના ચાલકે વળાંક લેતા ગોલાઇમાં ટ્રકમાંથી પટકાયેલા સોયબને ગંભીર રીતે ઇજાગ્રસ્તમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ સબીર ઈશાકભાઈ બોલીમની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રકના ચાલક રામભા માલાભા કેર (રહે. ગોરીયારી) સામે આઇ.પી.સી. કલમ 279 તથા 304 (અ) મુજબ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.