Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક પુરપાટ જતી કારની હડફેટે યુવાનનું કરૂણ મૃત્યુ

ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની હડફેટે યુવાનનું કરૂણ મૃત્યુ

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયામાં તિરૂપતિ સોસાયટી ખાતે રહેતા વિજયભાઈ નસાભાઈ ડાંગર નામના 30 વર્ષના આહિર યુવાન ગત તારીખ 13 મીના રોજ રાત્રિના સમયે તેમના જી.જે. 37 ડી. 3831 નંબરના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પાયલ ચોકડી પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 37 બી 9911 નંબરની ફોચ્ર્યુનર મોટરકારના ચાલકે વિજયભાઈ ડાંગરના મોટરસાયકલને પાછળથી અડફેટે લેતા બાઈક ચાલક વિજયભાઈ ફંગોળાઈ ગયા હતા અને તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માત સર્જી, આરોપી મોટરકાર ચાલક નાસી ગયો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે મૃતકના પિતા નસાભાઈ ટપુભાઈ ડાંગર (ઉ.વ. 68, રહે. તિરૂપતિ સોસાયટી) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ફોચ્ર્યુનર કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 304 (અ), 279 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.બી. પિઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular