દ્વારકામાં એરફોર્સ કેમ્પ નજીકથી પસાર થઈ રહેલા જીજે-08-વી. 2403 નંબરનો એક છકડા રિક્ષો એકાએક પલટી જતા રિક્ષાચાલક જામનગર તાલુકાના ઢિંચણા ગામે રહેતા મનીષભાઈ ભાણજીભાઈ કટેશીયા નામના ત્રીસ વર્ષના સતવારા યુવાનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાજેશભાઈ ભાણજીભાઈ કટેશિયા (ઉ.વ. 40, રહે. ઢિંચણા) ની ફરિયાદ પરથી પોલીસે મૃતક રીક્ષા ચાલક સામે પોતાનો રીક્ષા પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી અકસ્માત સર્જવા સબબ તેની સામે આઈપીસી કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી દ્વારકાના પીએસઆઈ યુ.બી. અખેડએ હાથ ધરી છે.