Monday, December 23, 2024
Homeરાજ્યહાલારપતંગ પકડવા ગયેલા બાળકને વીજ કરંટ લાગતા કરૂણ મૃત્યુ

પતંગ પકડવા ગયેલા બાળકને વીજ કરંટ લાગતા કરૂણ મૃત્યુ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જીન વિસ્તારમાં રહેતા અને વહાણવટીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈમરાનભાઈ હારુનભાઈ મોગલ નામના મુસ્લિમ ભડાલા યુવાનનો 7 વર્ષનો પુત્ર જમીલએ રવિવારે તેના ઘરના રવેશમાં પતંગ પકડવા માટે લોખંડનો સળિયા લંબાવતા આ સળીયો નજીકના વીજપોલ પરના તારને અડકી ગયો હતો. જેના કારણે જમીલને જોરદાર વિજ કરંટ લાગતા તેને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ બનાવની જાણ જમીલના પિતા ઈમરાનભાઈ મોગલે સલાયા મરીન પોલીસને કરી છે. માસુમ બાળકના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular