Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારદ્વારકા નજીક બાઇક અકસ્માતમાં ગાંધીનગર તાલુકાના યુવાનનું કરૂણ મૃત્યુ

દ્વારકા નજીક બાઇક અકસ્માતમાં ગાંધીનગર તાલુકાના યુવાનનું કરૂણ મૃત્યુ

અન્ય બે યુવાનો પણ ઘવાયા

- Advertisement -

દ્વારકા નજીક સોમવારે થયેલા બાઇક અકસ્માતમાં ગાંધીનગરના ડભોળા ખાતે રહેતા 19 વર્ષના આશાસ્પદ યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું. જ્યારે અન્ય બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ દ્વારકાથી આશરે 22 કિલોમીટર દૂર ઓખા મઢી ગામ પાસે જી.જે. 18 ડી.એમ. 7925 નંબરના મોટરસાયકલ પર જઈ રહેલા ગાંધીનગર તાલુકાના ડભોળા ગામે રહેતા હર્ષભાઈ શંકરભાઈ ખત્રી નામના 19 વર્ષના યુવાનના મોટા સાયકલનો અકસ્માત થતા ગંભીર ઇજાઓ થવાના કારણે હર્ષનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય બે યુવાનો પુનિત વિનોદભાઈ ઠાકોર અને બહાદુરભાઈ જસુજી ચૌહાણ નામના બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા.

આ બનાવ અંગે મૃતકના પિતા શંકરભાઈ નારણભાઈ ખત્રીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે બાઈક ચાલક હર્ષ ખત્રી સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
આશાસ્પદ યુવાનના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular