Monday, April 6, 2026
Homeરાજ્યજામનગરજામનગરના ખોજાનાકા, સુમરાચાલી, પવનચક્કી વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ - VIDEO

જામનગરના ખોજાનાકા, સુમરાચાલી, પવનચક્કી વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ – VIDEO

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી છે. જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. નવનિયુક્ત પીઆઇ વિપુલસિંહ ડોડીયા દ્વારા શહેરના ખોજા નાકા વિસ્તાર, સુમરાચાલી તથા પવનચક્કી વિસ્તારમાં પોલીસ કાફલા અને વાહનો સાથે ફૂટ પેટ્રોલિંગ તેમજ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરવા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

આ ઉપરાંત, ધુવાવ ગામે બનેલી મારામારીની ઘટનાને પગલે ગત્રાત્રે પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન. શેખ તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી વિસ્તારોમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પ્રયાસો હાથ ધરાયા હતા. જામનગર તાલુકાના વિજરખી ગામમાં ગ્રામ્ય ડી.વાય.એસ.પી. પીયૂષ વાંદાના માર્ગદર્શન હેઠળ પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન. શેખ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ ટ્રાફિક નિયમોના કડક પાલન માટે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ પણ યોજાઈ હતી.

- Advertisement -

પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને પણ કાયદાનું પાલન કરવા તેમજ શાંતિ જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular