છેલ્લાં ચાર-પાંચ સપ્તાહથી ભારતીય શેરબજારમાં ટ્ર્રેડીંગ ટફ બન્યું છે. ટેરીફ, યુક્રેન યુદ્ધ, ટ્રેડ ડીલ સહિતના મુદ્દે પ્રવર્તી રહેલી વૈશ્વિક અનિચ્છતાઓને કારણે ભારતીય બજાર રેન્જ બાઉન્ડ બની ગયું છે. તેજી કે મંદીનો ટ્રેન્ડ નિશ્ચિત ન હોવાને કારણે ભારતીય બજારમાં ટ્રેડિંગ કરવું ખુબ જ મુશ્કેલ બની ગયું છે. બજારના મોટા મગરમચ્છો બજારને પોતાની પોઝીસન મુજબ ચલાવતા જોવા મળી રહ્યા છે જેને કારણે કયારેક બજાર ખુબ જ વોલેટાઈલ જોવા મળે છે તો કયારેક બજારમાં કોઇ જ પ્રકારની મુવમેન્ટ જોવા મળતી નથી જેને કારણે નાના રીટેઇલ ટ્રેડરો તેનો ભોગ બને છે. ખુબ જ ટુંકા સ્ટોપલોસથી કામ કરતા રીટેલ ટ્રેડરો બજારની વોલેટીલીટીમાં સાફ થઈ જાય છે જ્યારે મુવમેન્ટ વગરની બજારમાં પ્રિમીયમથી હાથ ધોવા પડે છે. આમ બન્ને તરફ નાના રોકાણકારોને લોસનો સામનો કરવો પડે છે. જ્યારે મોટા મગરમચ્છો પોતાનો ખેલ કરવામાં સફળ રહે છે.
એનએસઈના બેન્ચમાર્ક ઈન્ડેકસ નિફટીની વાત કરીએ તો છેલ્લાં એક સપ્તાહથી નીચે 24,350 અને ઉપર 24,750 ની ટ્રેડિંગ રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. આ બન્ને લેવલ ટ્રેડરો માટે બ્રેક ઓર મેક બની શકે છે. 24,750 ઉપર બંધ આવ્યા બાદ જ નિફટીમાં આગળની એટલે કે 25,000 થી 25,200 સુધીની તેજી જોઈ શકાય છે જ્યારે 24,350નું સ્તર તુટે તો અહીંથી વધુ 500 પોઇન્ટની મંદી આવી શકે છે. પરિણામે, નિફટી 23,800 ના સ્તર સુધી પણ પહોંચી શકે છે પરંતુ હાલ તો નથી કોઇ તેજીના મજબુત સંકેતો જણાતા કે નથી તો મંદીના સંકેતો જણાતા… આવી સ્થિતિમાં નાના ટ્રેડરો એ જ્યાં સુધી નિફટી બ્રેકઆઉટ કે બ્રેકડાઉન ન આપે ત્યાં સુધી ઓવરટ્રેડીંગથી બચવું જોઇએ. અથવા તો પોઝીસન હેજ કરીને રાખવી જોઇએ તેવું બજાર નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
શું આવતા સપ્તાહે આવી શકે છે તેજી ?
બજાર માટે આગામી સપ્તાહની વાત કરીએ તો નિફટી છેલ્લાં ત્રણ ટ્રેડિંગ સેશન દરમિયાન 24,700 ના સ્તર પર કલોસીંગ આપવામાં સફળ રહી છે. નીચે સરકયા બાદ પણ 24,700 ઉપરનું કલોસીંગ સારા સંકેતો આપી રહ્યા છે. બીજી તરફ શુક્રવારે સાંજે અમેરિકામાં બેરોજગારી દરના આંકડા જાહેર થયા છે જેમાં છેલ્લાં 4 વર્ષની સૌથી વધુ બેરોજગારી જોવા મળી છે. જેને કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ ચાલુ મહિનામાં તેની મોનેટરી પોલીસીમાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી સંભાવનાઓ મજબુત બની છે. જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરશે તો માત્ર અમેરિકા જ નહીં પરંતુ, વૈશ્વિક બજારોને પણ બુસ્ટ કરશે. જેને લઇને ભારતમાં પણ રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. આ સંકેતોને પગલે આગામી સપ્તાહ નિફટી ફરી એક વખત 25,000 નું લેવલ ટેસ્ટ કરી શકે છે.
ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.


